કડીના વાધરોડા ગામે તળાવનું પાણી ગામની અંદર ઘૂસી જતા લોકો ત્રાહિમામ

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના સેવાડા ગામ વાધરોડાના ગ્રામજનો તંત્રના પાપે ભારે મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે. જ્યારે કડી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં આ વર્ષે સારો વરસાદ થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે વાધરોડા ગામના તળાવનું પાણી ઓવરફ્લો થઈને ગામની અંદર તેમજ જાહેર રસ્તાઓ ઉપર ફરી વળતા લોકો હાલાકી વેઠી રહ્યા છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. કડીથી આશરે 20 કિલોમીટર જેટલું થતું વાધરોડા ગ્રામજનો પાણીના કારણે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 50% પણ વધુ વરસાદ વરસ્યો છે અને 15 ઇંચ વરસાદ આ વર્ષે વરસ્યો છે. છેલ્લા ચાર દિવસથી ઝરમર ઝરમર વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસી રહ્યો છે. ત્યારે કડી તાલુકાના વાધરોડા ગામે તળાવ ઓવરફ્લો થતાં તળાવનું પાણી ગામની અંદર ઘૂસી જતા અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને જાહેર રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ગ્રામજનો દ્વારા અનેકવખત તંત્રને રજૂઆત કરી છે તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે. કડી તાલુકાના વાધરોડા ગામે તળાવનું પાણી ગામના જાહેર રોડ-રસ્તા તેમજ શાળાની આજુબાજુ ફરી ફરતા લોકોને ભારે ભોગવી પડી રહી છે. તેમજ ગામના બાળકો પાણીમાં થઈને શાળાએ જતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. જેના કારણે ચામડીના રોગો થવાની સંભાવના જોવા મળી રહી છે. સ્થાનિક લોકો દ્વારા અનેકવખત લેખિતમાં મામલતદાર ટીડીઓ તલાટી તેમજ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા છતા કંઈ જ નિરાકરણ ના આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગામના સ્થાનિક આગેવાનો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ સમસ્યા છેલ્લા ચાર-પાંચ વર્ષથી છે, અમે લોકોએ અનેકવખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. તેમ છતા કંઈ જ નિરાકરણ આવતું નથી. તેમજ વરસાદ પડે એટલે ખેતરોના પાણી ગામના તળાવમાં આવે છે અને તળાવનું પાણી ગામની અંદર ઘૂસી જાય છે. તેના કારણે ગ્રામજનોમાં ભારે મુશ્કેલી થઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.