હિંમતનગરમાં જિલ્લા કક્ષાની અન્ન મિલેટ્સ વાનગી હરીફાઇ યોજાઇ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લા કક્ષાનો અન્ન મિલેટ્સ વાનગી હરીફાઈ મંગળવારે હિંમતનગરના ટાઉન હોલ ખાતે ધારાસભ્ય વી.ડી.ઝાલાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં જિલ્લાની આંગણવાડીની મહિલા કાર્યકરોએ 100થી વધુ વાનગીઓ બનાવીને નિદર્શન કર્યુ હતું.સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો અન્ન મિલેટ્સ વાનગી હરીફાઈ ૨૦૨૩ યોજાઈ હતી. જેમાં સાબરકાંઠા જિલ્લાની આંગણવાડીની મહિલાઓએ ઘરેથી બનાવેલી વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા અને જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ ઉપસ્થિત રહીને મિલેટ્સમાંથી બનાવેલી વાનગીઓનુ નિરીક્ષણ કર્યું હતું.જિલ્લામાંથી આંગણવાડી કાર્યકર મહિલાઓને મિલેટ્સ અંગે માહિતી આપવામાં આવી હતી. મિલેટ્સમાં બનાવેલી વાનગીઓ જેમાં લાડુ, થેપલા, કેક, બિસ્કિટ, રાજસ્થાની રોટલો, રાજગરાના લાડુ, ઢોકળા, ઉપમા, કોદરી સહિત અન્ય વાનગીઓ બનાવવામાં આવી હતી. વાનગીઓ રાગી, બાજરી, જુવાર જેવા ધાન્યમાંથી બનાવવામાં આવી હતી. હાલમાં ઘઉં, ચોખા અને ફાસ્ટફૂડનો વધારે વપરાશ થાય છે. જેને લઈને મિલેટ્સ વાનગી હરીફાઈ રાખવામાં આવી હતી. ICDS મહિલા અને બાળવિકાસ દ્વારા આંતરરાષ્ટ્રીય અન્ન મિલેટ્સ વાનગી હરીફાઈ 2023 નિમિત્તે 100થી વધુ વાનગીઓ બનાવવામાં આવી હતી. જેમા આંગણવાડી કાર્યકર મહિલાઓ દ્વારા પોતાના ઘરેથી અલગ અલગ મિલેટ્સમાંથી વાનગીઓ બનાવીને લાવી હતી.અન્ન મિલેટ્સમાંથી બનેલી વાનગીમાંથી પોષક તત્વો મળી રહે. જેને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોનુ આરોગ્યમાં સુખાકારી બની રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.