પાટણની ટી.એસ.આર.કોમર્સ કોલેજમાં સાયબર ક્રાઇમ અંગે સેમિનાર યોજાયો

પાટણ
પાટણ

પાટણ શહેરની ટી,એસ.આર કોમર્સ કોલેજમાં સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર યોજાયો હતો. જેમાં 300 જેટલા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ કઇ રીતે થાય છે? તેમજ સાયબર ક્રાઇમના કેટલા પ્રકારો છે? તેને કેવી રીતે ઓળખી શકાય? સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો સહિત વિશીંગ કોલ,ફિશીંગ,ઇ-મેઇલ સ્પુફીંગ, સીમ કાર્ડ ક્લોનીંગ, ઇન્સટન્ટ લોન એપ, ઓનલાઇન શોપીંગ ફ્રોડ, ફેક વેબસાઇટ, જોબ ફ્રોડ રીલેટેડ ક્રાઇમથી વાકેફ કરવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લામાં સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે લોકોને જાગૃત કરવા કરેલ સુચનાને લઈ આર.કે.અમીન પો.ઇન્સ., એલ.સી.બી. પાટણ તથા આર.એમ.વસાવા પો.ઇન્સ. સાયબર સેલ પાટણનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પી.વી. ચૌધરી પો.સ.ઇ. તથા એસ.કે.દેસાઇ પો.વા.સ.ઇ. તથા રોશનીબેન મહેન્દ્રકુમાર વુ.પો.કોન્સ. સાયબર સેલ ટીમ પાટણ દ્વારા પાટણ શહેર વિસ્તારમાં આવેલ ટી.એસ.આર. કોમર્સ કોલેજ પાટણ ખાતે આશરે 300 જેટલા વિદ્યાર્થી,વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઇમ કઇ રીતે થાય છે? તેમજ સાયબર ક્રાઇમના કેટલા પ્રકારો છે? તેને કેવી રીતે ઓળખી શકાય? સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો તેને પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર સમજાવવામાં આવ્યા હતા .જેમાં વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે, વિશીંગ કોલ, ફિશીંગ, ઇ-મેઇલ સ્પુફીંગ, સીમ કાર્ડ ક્લોનીંગ, ઇન્સટન્ટ લોન એપ, ઓનલાઇન શોપીંગ ફ્રોડ, ફેક વેબસાઇટ, જોબ ફ્રોડ રીલેટેડ ક્રાઇમથી વાકેફ કરવામાં આવ્યા. આ સાથે સાથે વિદ્યાર્થી,વિદ્યાર્થીનીઓને સોશિયલ મિડીયા,મોબાઇલ સબંધિત ક્રાઇમથી તેમજ પ્રાઇવસી સેટીંગ્સથી વાકેફ કરવામાં આવ્યા હતા. તેમજ ફેક સોશિયલ મિડીયા એકાન્ટ તથા ફેક વેબસાઇટથી થતી ડેટા ચોરી તથા ક્રાઇમની સમજ આપવામાં આવી હતી.સરકાર તરફથી પ્રસિધ્ધ કરવામાં આવેલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર-1930 તથા સાયબર ક્રાઇમ લગત ઓનલાઇન ફરિયાદ માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ વેબસાઇટ અંગે પણ સમજ આપવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.