વિસનગરના સવાલા ગામની પરિણીતાને દહેજની માગણી કરતા સાસરિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના સવાલા ગામની પરિણીતાને મારા બાપુજીને કેમ હેરાન કરે છે કહી પતિ સહિત સાસરિયાઓ શારીરિક-માનસિક ત્રાસ આપી મારઝૂડ કરી નણંદની દીકરીના બિસ્મિલ્લાનો પ્રસંગ હોવાથી 50 હજાર દહેજની માગણી કરતા પરિણીતાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.મહેસાણામાં કસબા વાડીની ઓ.એન.જી.સી નગરમાં રહેતી પરિણીતાના લગ્ન ના રોજ સવાલા ગામના મુબારકઅલી મુનસબખાન ચૌહાણ સાથે થયા હતા. જ્યાં ગત રોજ સાંજના સમયે સસરા રસોડામાં માલપુવા બનાવતા હોવાથી પરિણીતા રસોડામાં જતા બધું વેર વિખેર હાલતમાં હતું, જેથી પરિણીતાએ પતિને કહ્યું કે અબ્બાએ રસોડામાં બધું વેર વિખેર કરેલું છે. તેવું કહેતા પતિએ અપશબ્દો બોલી માર મારીને તારે મારા બાપુજી વિશે આવું કંઈ બોલવું નહિં કહી બાજુની સોસાયટીમાં રહેતી નણંદને બોલાવી હતી.જેમાં પરિણીતાની નણંદ પણ ઘરે આવી મારા બાપુજીને કેમ હેરાન કરે છે. આ ઘર તારું નથી એમ કહી અપશબ્દો બોલી ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેમાં નીચે પડી જતા ઉપરાણું લઈને આવેલા સસરા પણ અપશબ્દો બોલી અવાર નવાર શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. જેમાં નણંદ સાઈનબીબીની દિકરીનો બિસ્મિલ્લાહના અવસર પ્રસંગે 50 હાજર દહેજની માગણી કરતા પરિણીતા પિતાને ઘરે જવા નીકળી હતી. જેમાં પરિણીતા સવાલા બસ સ્ટેશન પર ઊભા હતા તે દરમિયાન પતિએ વાળ પકડીને ઘરે લઈ ગયો હતો. જેમાં આ અંગેની જાણ પરિણીતાએ તેના ભાઈ સમીરને ફોન કરી જાણ કરતા વકીલને બોલાવી પોલીસને જાણ કરતા આ બનાવ અંગે પરિણીતાએ પતિ મુબારકઅલી મુનસબખાન ચૌહાણ, સસરા મુનસબખાન સમરતખાન ચૌહાણ તેમજ નણંદ સાઇનબીબી મોહસીનખાન ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.