પાટણ જિલ્લામાં માધ્યમિક શાળાના શિક્ષકોએ માંગણીઓ લઈ કાળી પટ્ટી ધારણ કરી

પાટણ
પાટણ

શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો અને માગણીઓ બાબતે સરકાર પરિપત્ર કરીને ઠરાવ કરે તેવી માંગણી અંતર્ગત રાજ્યસંઘના આદેશ મુજબ શિક્ષકોએ આજે પાટણમાં માધ્યમિક શાળાઓમાં કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષણ કાર્ય કરી વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા વારંવાર રજૂઆતો છતાં લાંબા સમયથી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક અને કર્મચારીઓની ભરતી ન થતા તેમજ ગત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર સાથે થયેલ સમાધાન મુજબ સ્વીકારેલ પ્રશ્નોની મંત્રીઓની સમિતિ દ્વારા જાહેરાત કરવા છતાં તે મુજબના પરિપત્રો કે ઠરાવ હજુ સુધી ન થવાથી રાજ્ય સંકલન સમિતિના આદેશ મુજબ વિવિધ કાર્યક્રમોના એલાનના બીજા તબક્કાના ભાગરૂપે પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકો આચાર્ય તથા શિક્ષક કર્મચારીઓ દ્વારા શાળામાં કાળી પટ્ટી ધારણ કરીને શાળાનું શિક્ષણ કાર્ય કર્યું હતું.

આ ઉપરાંત શાળા સંચાલક મંડળના પ્રતિનિધિની હાજરીમાં શાળામાં પ્રથમ બે તાસ વાલી સંમેલન યોજી શિક્ષક તથા કર્મચારીઓની ભરતી ના થવાથી અને શિક્ષકોને શાળાના શિક્ષણ સિવાયની અન્ય કામગીરીઓ સોંપવાથી બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું હોવા બાબતે વાલીઓનું ધ્યાન દોરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ મનીષ પટેલે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.