યાત્રાધામ અંબાજીમાં ધીમે ધારે રાત્રે વરસાદ વરસ્યો : વાતાવરણમાં ઠંડક પ્રસરી

બનાસકાંઠા
બનાસકાંઠા

દેશભરમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. જેને લઈને દેશના મોટાભાગે વરસાદે તાંડવ મચાવ્યો છે. તો દેશના પહાડી વિસ્તાર હોય કે પછી મેદાનની ભાગ કે પછી કોઈપણ શહેર કે ગામમાં ભારી વરસાદના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં પણ અનેકો જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે નદી નાળાઓ સહિત મુખ્ય માર્ગો પર પાણી વહેતા જોવા મળી રહ્યા છે. જેને લઈને લોકોના ઘરો સહિત ગાડીઓને પણ નુકશાન પહોચ્યું છે. જેથી લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

આજે દિવસ બાદ રાત્રે અંબાજી પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા એકાએક વરસાદની શરૂઆત થઈ હતી. રાત્રીના સમયે અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે. અંબાજીના મુખ્ય માર્ગો સહિતના અન્ય માર્ગો વરસાદી પાણીથી પાણી પાણી થઈ ગયા હતા. અંબાજી પંથકમાં રાત્રીના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો લોકોને ગરમીથી રાહત મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.