થરામાં ગટરનાચામુંડા સોસાયટીના રોડ પર ગટર ઊભરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાજપ શાસિત થરા પાલિકામાં ભાજપના અગ્રણી અને પૂર્વ પ્રમુખ દ્વારા ગટરના પ્રશ્ને નારાજગી વ્યક્ત કરી પ્રમુખ સાવ નિષ્ફળ ગયાનો આક્ષેપ કર્યો હતો. ગટરના મરામત પેટે મહિને રૂ.3.50 લાખનો ખર્ચ છતાં ગટરના પાણી ચામુંડા સોસાયટીના રોડ પર ઉભરાતા રહીશોમાં રોષ ફેલાયો હતો. ગતરોજ ચામુંડા સોસાયટી, દિયોદર રોડ, ધનાસરી રોડ પરના વિસ્તારમાં ગટરના પાણી છેલ્લા 4 મહિનાથી ઉભરાતા તેનો કોઈ ઉકેલ ન આવતા મહિલાઓએ ભારે રોષ ઠાલવ્યો હતો.જાહેર રોડ પર અમારા ઘર આગળ ઘણા મહિનાથી ગટર ઉભરાય છે. પાલિકામાં રજૂઆત કરી પરંતુ કોઈ અમારી રજૂઆત સાંભળતું નથી. જો તેનો નિકાલ કરવામાં નહિ આવે તો મહિલા મંડળ ધરણાં પર ઉતરીશું.પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી ખાનુભા વાઘેલાએ જણાવ્યું હતું કે ‘ગટરનું પાણી ગંદકી ફેલાવી રહ્યું છે. ચીફ ઓફિસર અને પ્રમુખનું ધ્યાન દોર્યું પરંતુ કોઈ ગંભીરતા લેતું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.