અંબાજીમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો માટે પોલીસ ડ્રાઈવ યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

આજરોજ અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન અંગે ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેની અંદર 211 જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા હતા. જેમના પર ડોક્યુમેન્ટ હાજર ન હતા. સાતથી આઠ જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. 35 જેટલા વાહનોને NCO આપવામાં આવી હતી. જેમાં નંબર પ્લેટ ન હતી કે તૂટેલી હતી કે પછી રોંગ સાઈડ આવતા હતા.અંબાજી યાત્રાધામ ખાતે ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન થાય એ માટે આજે ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા અકસ્માતો ઓછા કરી શકાય છે વાહન ચાલકોને ઘટાડી શકાય અને તેમને સંપૂર્ણ રીતે બંદ કરાવવા માટે આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ નાગરિકોને જણાવવાનું કે, ‘અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જો તમે નાના બાળકોને વાહન ચલાવવા માટે આપશો તો એના પર સખત કાર્યવાહી કરવામાં આવશે અને તેમના માતા પિતા પર પણ કાર્યવાહી કરવામાં આવશે .જેની તમામ તમામે નોંધ લેવી જોઈએ. આપણા વિસ્તારમાં કોઈ પણ આ રીતેના બનાવો ના બને તેના માટે આપના બાળકોને વાહન ચલાવવા ના આપવું જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.