![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/36-7.jpg)
એમ. આર.એચ.મેસરા બાલમંદિરમાં ચાઇલ્ડ ઓરલ હેલ્થ અવરનેસ પેરેન્ટસ સેમીનારનું આયોજન કરાયું
સોળગામ પાટીદાર લેઉવા પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન એમ. આર. એચ. મેસરા બાલમંદિરમાં આજ રોજ રોટરી ક્લબ પાલનપુર ડાયમંડ સિટી અને ઇનરવેલ ક્લબ પાલનપુર દ્વારા ચાઇલ્ડ ઓરલ હેલ્થ અવરનેસ વિથ પેરેન્ટસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટીના પ્રેસિડેન્ટ મુકેશભાઈ મોઢ સેક્રેટરી ડૉ. નિશાંત નાયક અને પ્રોજેક્ટ ચેરમેન ડૉ. જીગ્નેશ મહેશ્વરી જેમને વાલીઓને બાળકોના દાંતની કેવી રીતે સાર સંભાળ રાખશો તેની સમજણ અને મૌખિક વાતચીત કરી હતી. તેમજ બાળકોના દાંત ચેક કરી ગિફ્ટ આપી.
આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઇનરવેલ ક્લબ પાલનપુરના પ્રેસિડેન્ટ રાનીબેન ગુપ્તા, મેડિકલ ચેરમેન ડૉ. મેઘા પ્રજાપતિ, રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટીના મેમ્બર ડૉ. સુરેખાબેન પટેલ, હાઈસ્કૂલ વિભાગના આચાર્ય મણીભાઈ સુથાર, નિયામક મહેન્દ્રભાઈ પંચાલ બાલમંદિરના આચાર્યા દર્શનાબેન મોદી, સ્ટાફગણ, બાળકો અને વાલી મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.