થરાદના રામજી મંદિરમાં રામકથાનુ આયોજન કરવામાં આવ્યુ

બનાસકાંઠા
બનાસકાંઠા

પુરુષોત્તમ (અધિક) માસનુ આપણી હિન્દુ સંસ્કૃતિ અને આપણા ધર્મમાં વિશેષ મહત્વ છે. દરેક માસના દેવ હોય પણ અધિક માસના કોઇ દેવ ન હોવાથી તેની કોઇ વિશેષતા ન હતી. પણ ભગાવાન વિષ્ણુએ આ માસને પોતાનું નામ આપીને તેની મહિમા અનંત ગણી વધારી દીધી હતી.આ માસમાં નગરો અને મહાનગરોમાં વિશેષ ધાર્મિક આયોજનો કરવામાં આવતા હોય છે. અધિક માસમાં લોકો દાન-પૂણ્ય કરતા હોય છે. આ માસને ભગવાને પોતાનું નામ આપ્યું હોવાથી આ માસ દરમિયાન ભગવાન વિષ્ણુની કથા સાંભળવાનો બહુ મહિમા છે.થરાદ નગરમાં અધિક માસ દરમિયાન રામજી મંદિર ખાતે ભાગવત કથાના સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં બહેનો તેમજ ભાઇઓ આ કથાનું રસપાન કરી રહ્યા છે.શ્રી રામ સેવા સમિતિ થરાદ દ્વારા અહીંના નવિન રામજી મંદિર ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા વાચક સિધ્ધરાજ શાસ્રીના મુખે અહીં ભક્તો બહુ જ ભાવથી કથા શ્રવણ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.