બેચરાજી નજીક બાઈક સવાર બમ્પ ભૂલી જતા પાછળ બેસેલા પત્ની રસ્તા પર પટકાયા સારવાર દરમિયાન મોત

મહેસાણા
મહેસાણા

બેચરાજી તાલુકાના ઇન્દ્રપ ગામના વૃદ્ધ દંપતી બેચરાજીથી કામ પતાવી પોતાના ઘરે આવી રહ્યા હતા.એ દરમિયાન કાલરી ત્રણ રસ્તા પર આવતા રોડ પર બનાવેલ બમ્પ બાઈક ચાલક વૃદ્ધ ભૂલી જતા બાઈક પટકાયું હતું.જેના કારણે બાઈકની પાછળ બેસેલા વૃદ્ધા રોડ પર પડી જતા ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું.સમગ્ર અકસ્માતના કેસમાં બેચરાજી પોલીસે વધુ તપાસ આદરી છે.

મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનો સતત વધી રહી છે.ત્યારે વધુ એક ચોંકાવનારી અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં બેચરાજી તાલુકામાં આવેલા ઇન્દ્રપ ગામમાં રહેતા 62 વર્ષીય અમરસંગ પુંજાજી પોતાના નાના ભાઈનું બાઈક પર પોતાની પત્ની સૂરજબા સાથે બાઈક પર સવાર થઈ ને બેચરાજી કામ અર્થે ગયા હતા. બાદમાં કામ પતાવી કાલરી ત્રણ રસ્તા પર બનાવેલ બમ્પ બાઈક ચાલક વૃદ્ધ ભૂલી જતા સ્પીડમાં જતું બાઈક રોડ પર ફગોળાયું હતું.જેમાં બાઇકની પાછળ બેસેલા વૃદ્ધા રોડ પર પટકાતા ગંભીર ઇજા થઇ હતી.બાદમાં 108 મારફતે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.સમગ્ર કેસમાં બેચરાજી પોલીસે તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.