ઊંઝામાં apmc ખાતે ગુજરાતી રાષ્ટ્ર ચિંતક બેઠક યોજાઇ

મહેસાણા
મહેસાણા

આજરોજ ઊંઝા APMC ખાતે ગુજરાતી રાષ્ટ્ર ચિંતક બેઠક યોજાઇ હતી. જેમાં સંસ્થાના પ્રમુખ તથા સંસ્થાના હોદ્દેદારો, ગુજરાતી ફિલ્મ એક્ટર હિતેન કુમાર, જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોર સહિત ઊંઝા ધારાસભ્ય કે.કે પટેલ, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ, કડી ધારાસભ્ય કરશન સોલંકી, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદ પટેલ, SK યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ, આનંદભાઈ એપોલો સહિત APMCના ચેરમેનો, આગેવાનો અને ગૌરવશાળી ગુજરાતીઓ હાજર રહ્યા હતા. ઊંઝા apmc ખાતે યોજાયેલ વિશ્વ ગુજરાતી સમાજ, યુથ વિંગ મહેસાણા જિલ્લા આયોજિત “ગુજરાતી રાષ્ટ્ર ચિંતક બેઠક”માં આવેલા મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં આવેલા મહેમાનોએ ઉદબોધન કર્યું હતું. વિશ્વ ગુજરાતી સમાજના બેનર હેઠળ ગુજરાતીઓનું મજબૂત સંગઠન બનાવીને સંગઠનના માધ્યમથી ગુજરાતીઓના પ્રશ્નોને વાચા મળે. તેમને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ થાય અને વિકાસલક્ષી કાર્યો કરવામાં આવે છે.ગુજરાત અને ભારતનું ગૌરવ વિશ્વ સ્તરે વધે છે. આ બાબતને સૌ યુવાનોએ વધાવી લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.