વિસનગરમાં કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કાર્યકમ યોજાયો

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં આવેલ આઇ.ટી.આઇ કેમ્પસ ખાતે રોટરી ક્લબ ઓફ વિસનગર અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ના સયુંકત ઉપક્રમે વિસનગર શહેર તેમજ તાલુકાને હરિયાળો બનાવવા માટે વૃક્ષારોપણ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 લાખ સરગવાના રોપાઓ પર્યાવરણ રથમાં ભરી દરેક ગામડાઓ સુધી પહોંચાડવા માટે પર્યાવરણ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત રોટરી ક્લબના સભ્યો હાજર રહ્યા હતા.

વિસનગર શહેર સહિત તાલુકાને હરિયાળું બનાવવા માટે રોટરી ક્લબ ઓફ વિસનગર તેમજ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા વૃક્ષારોપણ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઇ.ટી.આઇ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું. તેમજ બાળ દતક વૃક્ષની યોજના પણ શરૂ કરવામાં આવી હતી. જેમાં નાના બાળકોને રોપાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મહેસાણા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 1 લાખ સરગવાના રોપા ભરેલ પર્યાવરણ રથને મહેમાનોના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જે રથ દરેક ગામડે-ગામડે ફરશે અને સરગવાનાં રોપાઓનું વિતરણ કરશે. જેમાં મહેમાનોના હસ્તે આઇ.ટી.આઇ કેમ્પસ ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિસનગર પ્રાંત ઓફીસર , મામલતદાર , માધ્યમિક જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી , ગ્રીન એમ્બેસેડર, રોટરી ક્લબના, આઇ.ટી.આઇ ના આચાર્ય, RFO વિસનગર સહિત હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.