ડીસામાં હિન્દૂ ધર્મશાળા ખાતે આપ ના ઉમેદવારને જીતાડવા બેઠક યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં હિન્દૂ ધર્મશાળા ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત યુથ વિંગની બેઠક યોજાઇ હતી. જેમાં વોર્ડ નંબર 9 ની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવારને જીતડવાની સાથે સાથે વધુમાં વધુ યુવાનોને પાર્ટીમાં જોડાવવા માટેના પ્રયાસો કરવા પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકીએ કાર્યકરોને હાકલ કરી હતી. ડીસામાં હિન્દૂ ધર્મશાળા ખાતે આમ આદમી પાર્ટી યુથ વિંગ બનાસકાંઠા દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી અને ગુજરાત ફન્ટલ સંગઠનના પ્રમુખ પ્રવિણ રામ ઉપસ્થિત રહી ડીસા વોર્ડ નં.9ની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીગ્નેશ દેસાઈને જીતાડવા માટે કાર્યકરોને હાકલ કરી હતી. તેમજ આવનારી લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીનું મજબુત સંગઠન તૈયાર કરી લોકોના ઘરેઘરે પાર્ટીની વિચારધારા પહોંચાડવા માટે જણાવ્યું હતું. ભાજપ અને કોંગ્રેસની નીતિને કિન્નખોરી સામે આકરા પ્રહારો કર્યા હતા અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવા માટે યુવાનોને આગળ માટે અપીલ કરી હતી. જ્યારે શહેર યુવા પ્રમુખ દરેક તાલુકા યુવા પ્રમુખની નિમણૂક અને આગામી કાર્યક્રમ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં જિલ્લા, તાલુકા, શહેરના મેઈન વિંગ તથા દરેક ફ્રન્ટલ સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓએ હાજર રહ્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.