વડનગરના કમાલપુર ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડા ત્રણ જુગારીઓ ઝડપાયા

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં જુગારીઓ પત્તા રમતા પોલીસના હાથે ઝડપાવા લાગ્યા છે. ત્યારે આજરોજ વડનગરના કમાલપુર ગામની સીમમાં ચાલતા જુગારધામ પર મહેસાણા એલસીબી ટીમે દરોડા પાડ્યો હતો. જેમાં ત્રણ જુગારીઓ ઝડપાયા હતા. જ્યારે રેડ દરમિયાન ત્રણ જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલા કમાલપુર ગામની સીમમાં બિલિયાપરા નામથી ઓળખાતા આંટામાં ઠાકોર વિષ્ણુજી અમરતજી ના ખેતરમાં ઓરડીઓ સામે ઠાકોર લક્ષમણજી ઉર્ફ લખો હદુજી બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમી મળતા મહેસાણા એલસીબી ટીમે સ્થળ પર દરોડા પાડયા હતા. આ દરોડા દરમિયાન જુગારીઓમાં દોડધામ મચી હતી. જેમાં પોલીસે સ્થળ પરથી ઠાકોર મથુરજી અનારજી રહે શાહપુર વડનગર, ઠાકોર ભાવેશજી શિવાજી રહે સવાલા દરવાજા વિસનગર, ઠાકોર કિશનજી ડાહ્યાજી રહે સબલપુરને ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય આરોપી ઠાકોર લક્ષમણજી હદુજી રહે વડનગર,ઠાકોર અરવિંદજી જોઇતાજી રહે વડનગર,ઠાકોર કિરણજી અમરતજી રહે.કમાલ પુર આ ત્રણ જુગારી ભાગી ગયા હતા. જેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 57,400 રોકડા,3 મોબાઇલ કિંમત 20,000, જુગાર સાધન સાહિત્ય મળી કુલ 77,400 નો મુદ્દામાલ ઝપ્ત કરી વડનગર પોલીસમાં ગુનો નોંધાવી તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.