ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર અકસ્માત : બાઇક સવાર બંને યુવકોના ઘટના સ્થળે જ મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે રોડની સાઈડમાં ઉભેલી ટ્રક પાછળ બાઇક સવાર બે યુવકો ઘુસી જતા ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. બનાસકાંઠામાં માર્ગ અકસ્માતમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે.ત્યારે આજરોજ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર એલિવેટેડ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડીસાના આખોલ ચાર રસ્તા પાસે પાર્લર ચલાવતા વિજયસિંહ દરબાર અને સુરેશ સિંહ દરબાર બાઈક લઈને ભોયણ ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે એલિવેટેડ બ્રિજ પૂરો થતાં અચાનક બાઈક ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક રોડની સાઈડમાં ઉભેલી ટ્રક પાછળ ઘૂસી જતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર બંને યુવકો રોડ પર પટકાતા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.બનાવને પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસ,નેશનલ હાઇવે ઓથોરિટી અને અદાણી કંપનીની ટીમ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી તપાસની કામગીરી હાથ ધરી હતી. પોલીસે બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રોડની સાઈડમાં ઉભેલી ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી બાઈક ઘૂસી જતા અકસ્માત થયો હતો.આશાસ્પદ બંને યુવકના મૃત્યુ તથા પરિવારમાં માતમ છવાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.