થરાદમાં પોલીસે વાહન ચાલકો પાસેથી 50 હજાર દંડ વસૂલ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદમાં પોલીસ ડિવિઝન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી કાયદાનું ભાન કરાવવા તેમની પાસેથી દંડાત્મક કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ડીવાયએસપીએ આ કાર્યવાહી ચાલુ રહેશે.થરાદ ડિવિઝન પોલીસ દ્વારા રવિવારે વાહન ચાલકો પાસે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા થરાદ હેલિપેડ પાસે ટ્રાફિક ઝુંબેશ થરાદ ડિવિઝન ડીવાયએસપી એસ.એમ.વારોતરિયાની ઉપસ્થિતમાં હાથ ધરવામાં આવી હતી. જેમાં બ્લેક ફિલ્મના લીધે અકસ્માત થતા હોઇ તથા નંબર પ્લેટ વિનાના વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસ દ્વારા રૂપિયા 50,000 જેટલી અંદાજે રકમની વસુલાત તેમજ બે બાઈકને ડીટેઈન કરવામાં આવ્યાં હતાં. ડીવાયએસપી એસ.એમ.વારોતરિયાએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી ડ્રાઇવ ચલાવવા છતાં પ્રજામાં જાગૃતી આવતી નથી. બ્લેક ફિલ્મ લગાવીને પોતાની કાર ચલાવે છે. આથી વાહનચાલકો કોઇ નિર્દોષનો ભોગ ગંભીર અક્સ્માતો કરીને ન લે તે માટે અને તેમનો અને પોલીસનો સમય ન બગડે તથા દંડનો ભોગ ન બનવું પડે તે માટે અપીલ પણ કરીએ છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.