થરાદના મીઠા રોડ પર બાઇકને ટક્કર મારનાર બાઇક ચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

આજે સાંજના સમયે મીઠાથી કુવાળા થરાદ તરફ જતા એક બાઇકને પાછળથી આવતા બાઇકે ટક્કર મારી હતી. જેથી બાઇક પર સવાર એક બહેનને ઇજાઓ થઇ હતી. પાછળથી ટક્કર મારનાર ચાલકને એકઠી થયેલી ભીડે બરાબરનો મેથીપાક ચખવ્યો હતો. થોડા સમય પુરતુએ રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. આ અકસ્માતમાં ટક્કર મારનાર બાઇક ચાલક પીધેલો હોય તેવું જણાઈ રહ્યું હતું. લોકોની એકઠી થયેલી ભીડે ટપલી દાવ પછી વીસેક મિનિટ પછી ઈજા પામેલા બેનના સગા ત્યાં આવ્યા હતા. અને ફરી બાઇક ચાલકને બરાબરનો ઝુડ્યો હતો. થરાદ મીઠા રોડ પર મોટી અવરલોડ ટ્રકોના કારણે ઘણી જગ્યાએ મોટા ખાડા પડી ગયેલા છે. આવા ખાડા વાળા રોડ પર થોડી પણ બેદરકારી રહે તો બાઇક સ્લીપ ખાઇ પડવાની શક્યતાઓ રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.