અંબાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : મુખ્ય માર્ગો પર પાણી ભરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

આજરોજ યાત્રાધામ અંબાજીમાં દિવસ પછી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. અંબાજીના મુખ્ય માર્ગો સહિતના અન્ય માર્ગો ઉપર પાણીનો ભરાવો પણ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક કલાક થી અંબાજીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અંબાજી મંદિરના શોપિંગ સેન્ટરમાં પણ વરસાદી પાણી ઘૂસ્યું છે. દુકાનો આગળ અને મંદિરમાં પાણીને લઈને યાત્રિકો સહિત દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અંબાજીના મુખ્ય માર્ગો પર ભારી વરસાદના લીધે રોડ પર નદીની જેમ પાણી વહેતા જોવા મળી રહ્યા છે. જેને લઈને વાહનચાલકો અને લોકોને ભારી હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.