પાટણમાં અંડરબ્રિજ એક દિવસ માટે રોડ રસ્તા સહિત કામગીરી ને લઈ બંધ રહેશે
પાટણ એનજીએએસ કોલેજ કેમ્પસ પાસેના અંડર બ્રિજ રોડ અને અન્ય રીપેરીંગ કામગીરી ને લઈ શનિવારે સવારે 9 થી રવિવારે 11વાગ્યા સુધી બંધ રહશે. પાટણ એનજીએએસ કેમ્પસ અને પ્રાંત કચેરી પાસે આવેલ રેલવે અંડર પાસ બ્રિજ માં ચોમાસામાં વરસાદ પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે ત્યારે આ રેલવે અંડરપાસ માં માસ પાણી ભરાઈ જવાના કારણે મોટા ખાડા પણ પડ્યા છે.જેને લઈ અગાઉ કોલેજ કેમ્પ ડાયરેક્ટર દવરા પણ રજુઆત કરાઈ છે.ત્યારે પશ્ચિમ રેલવે દવરા આ રેલવે અંડર પાસ બ્રિજ નું રીપેરીગ અને અન્ય રિપેરીગ કામ ને લઈ આવતી કાલે શનિવારે સવારે 9 વાગ્યા થી રવિવારે 11વાગ્યા સુધી આ અંડર બ્રિજ ન 40માં રોડ અન્ય સમારકામ ની કામગીરી ને લઈ બંધ રાખવામાં આવશે તેવું રેલવે વિભાગએ એક પત્ર ઉત્તર ગુજરાત એજ્યુકેશ સોસાયટી ,પાટણ પ્રાંત કચેરી અને પોલીસ સ્ટેશને લેખીકમાં જાણ કરી છે.