પાટણ જિલ્લામાં કક્ષાએ શ્રીઅન્ન (મિલેટ્સ) વાનગી હરીફાઈ સ્પર્ધા યોજાઈ

પાટણ
પાટણ

ભારતની પરંપરાગત ખેત પેદાશો શ્રી અન્ન (મિલેટ્સ)ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા વર્ષ 2023 ને “આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ” તરીકે ઉજવવાનુ નક્કી થયેલ છે. સમગ્ર ગુજરાતમાં શ્રી અન્ન (મિલેટ્સ) ઉજવણી થઈ રહી છે. જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને “મિલેટ્સ વાનગી સ્પર્ધા” નુ આયોજન આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્ર્મની શરૂઆત દીપપ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. આંગણવાડી ના નાનાભૂલકાઓએ જાડા ધાન અંગે એક પાત્રિય અભિનય કર્યો હતો. યુવતીઓ દ્વારા પણ મિલેટ્સ અંગે ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ મિલેટ્સ અનાજમાં બાજરી, રાગી, કોદરા, રાજગરો, જુવાર વગેરેનો સમાવેશ થાય છે. તેઓને મિલેટ્સ અથવા શ્રી અન્ન કહેવામાં આવે છે. ઉપયોગથી ઘણાબધા રોગો દૂર થાય છે. આજે પાટણ જિલ્લા કક્ષાએ અન્ન (મિલેટ્સ) વાનગી હરીફાઈ સ્પર્ધામાં પ્રથમ નંબરે, બીજા નંબરે, ત્રીજા નંબરે આવેલ આંગણવાડી કાર્યકર્તાઓને આકર્ષક ઈનામ પણ આપવામાં આવ્યાં હતા.
કાર્યક્રમને સંબોધતા જિલ્લા પંચાયતના પ્રમુખ જણાવ્યું હતું કે મિલેટ્સએ આપણી પરંપરાગત વાનગીઓનો જ એક ભાગ છે આમા પોષ્ટિક તત્વો પૂરતા પ્રમાણમાં હોય છે . વર્ષ 2023 ને “આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ” તરીકે ઉજવવાનુ નક્કી થયેલ છે. જેના લીધે વિદેશમાં પણ પ્રાકૃત્તિક ખેતી આધારીત મિલેટ્સ વાનગીઓની માંગ વધી રહી છે. આજે કહેતા હર્ષની લાગણી થઈ રહી છે કે સિધુખીણની સંસ્કૃતિમાંથી પણ મિલેટ્સ અંગેના પુરાવા મળ્યા હતા. બરછટ ધાન્ય ઘણા જ પ્રાચીન સમયથી ઉગાડવામાં આવે છે. આમ મિલેટ્સ શક્તિવર્ધક છે તેના ઉપયોગથી બ્લડપ્રેશર, સ્ટ્રોક, કેન્સર ના જોખમો ઘટી શકે છે. આજના પ્રસંગે ICDS વિભાગ દ્વારા મિલેટ્સમાંથી સરસ મજાની વાનગી બનાવી તે બદલ હું તેમને ધન્યવાદ આપું છું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.