સંતાલપુર સિવિલ હોસ્પિટલ પાસે પડેલી ટ્રકને સામે થી આવતી ટ્રકે ટક્કર મારતા ટ્રક પલટી

પાટણ
પાટણ

સાંતલપુર સિવિલ હોસ્પિટલ પાસે ગાંધીધામ થી આવતી લાકડા ભરેલી ટ્રક રસ્તા માં ઉભેલી ટ્રકને ધડાકા ભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક પલટી મારી સાઈડ માં ખાબકી હતી તો સામે ઉભેલી ટ્રક ભુક્કો બોલી ગયો હતો ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઈવર ને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સંતાલપુર હાઇવે અવારનવાર અકસ્માત થતા હોય છે ત્યારે ગત મોડી રાત્રે સંતાલપુર સિવિલ હોસ્પિટલ પાસે ઉભેલી ટ્રક ને ગાંધીધામ બાજુ થી લાકડા ભરી ને આવતી ટ્રકે ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં લાકડા ભેરલી ટ્રક પલટી મારી સાઈડ માં ખાબકી હતી તો સામે ઉભેલી ટ્રક ને ધડાકાભેર ટક્કર મારતા ટ્રક ના આગળ ના ભાગ નો ભુક્કો બોલી ગયો હતો.અકસ્માત ની જાણ થતાં લોકોને દોડી આવ્યા હતા અને આ અકસ્માત માં ડ્રાઈવર ને ગંભીર ઇજા પહોચી હતી જેથી તેને સારવાર અર્થે નજીક ની હોસ્પિટલ ખાતે ખસેડાવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.