દાંતીવાડાના સાતસણ ગામે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખંડેર હાલતમાં

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતીવાડા તાલુકાના સાતસણ ગામે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખંડેર હાલતમાં છે. પાયાની સુવિધા જેવી લાઈટ, પાણી જેવી સુવિધા પણ નથી. જેને લઈને કર્મચારીઓ તેમજ આવનાર દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.દાંતીવાડા તાલુકાનું સાતસણ ગામ 3000 વસ્તી ધરાવતું ગામ છે. મોટાભાગમાં લોકો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે. જ્યારે ગામના 25 ટકા જેટલા લોકો બહાર વસવાટ કરે છે. જેમાં અનેક પાયાની સુવિધાઓથી વંચિત ગામ છે. સાતસણ ગામે આવેલ આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર લોકોની સુવિધા માટે છે.આ બિલ્ડીંગના પોપડા ઉખડી ગયા છે. જર્જરીત હાલતમાં છે. વરસાદ આવે છે ત્યારે છતમાંથી પાણી પણ ટપકે છે. જેને લઈને કર્મચારીઓ તેમજ આવનાર દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ રૂમમાં લાઈટની સુવિધા નથી, પંખાની સુવિધા નથી, પાણીની સુવિધા પણ નથી. જેથી કર્મચારીઓ સાતસણ ગામના કમિટી હોલમાં બેસીને લોકોને સુવિધાઓ પૂરી પાડે છે. આજુબાજુ ભાગમાં બાવળ ઉગી નીકળ્યા છે.આ અંગે અરજદારએ જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામ માટે આવે છે. જો કે, અહીંયા પાયાની જ સુવિધાઓ ન હોવાથી પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. આ અંગે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો કોઇ કાયમી ઉકેલ લવાતો નથી. ના છૂટકે અરજદારોને આંદોલનનો માર્ગ અપનાવવો પડે તે પહેલાં તંત્ર દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરાવે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.