પાટણમાં પુરવઠા વિભાગે રેડ પાડતા સસ્તા અનાજની દુકાન સંચાલકોને ગેરરીતિ કરતા ઝડપી લીધા

પાટણ
પાટણ

પાટણ શહેરમાં સસ્તા અનાજની દુકાનોના કેટલાક સંચાલકો દ્વારા ગ્રાહકોને મળવા પાત્ર જથ્થો નહીં આપીને સરકારી પુરવઠાનો જથ્થો બારોબાર સગે વગે કરતા હોવાની ગ્રાહકોમાં ફરિયાદ ઉઠી હતી. જેથી પાટણ કલેક્ટર દ્વારા આ મામલે પાટણ પુરવઠા વિભાગના પ્રોબેશનરી ( IAS) વિદ્યાસાગર તથા પુરવઠા નિરીક્ષકને આવી સસ્તા અનાજની દુકાનની તપાસ કરવાના આદેશ કરતા તેઓ દ્વારા શહેરના પીપળા ગેટ વિસ્તારમાં આવેલ ધી પ્રગતિ ગ્રાહક સહ. મં. લી.ના સંચાલક અને છીડીયા દરવાજા નજીક આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલક મનોજ ડી. બારોટ ને ત્યા ઓચિતી તપાસ હાથ ધરતા સંચાલકો દ્વારા કરાતી ગેરરીતિ ધ્યાનમાં આવી હતી. જેથી બન્ને સંચાલકો સામે પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સંચાલકોએ પોત પોતાની વાજબી ભાવની દુકાનો ઉપ૨ ગ્રાહકોને મળવાપાત્ર જથ્થો વિતરણ નહીં કરી તેમજ ગ્રાહકોને અનાજની મળવા પાત્ર કુપન નહીં આપી મળવાપાત્ર જથ્થા કરતા ઓછો જથ્થો આપી વધારાનો જથ્થો સગે વગે કરવાનો પ્રયત્ન કયૉ હોવાનું અધિકારીઓની તપાસ દરમ્યાન જણાઈ આવતાં આ ક્ષતિઓ બદલ બન્ને સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે એફ.આઈ.આર, દાખલ કરવામાં આવી છે. તેમજ આગળની કાર્યવાહી પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તો અધિકારીઓની સસ્તા અનાજની દુકાનો પર આકસ્મિક હાથ ધરવામાં આવેલ તપાસ ના પગલે ગેરરીતિ કરનારા સસ્તા અનાજની દુકાનોના સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.