ડીસામાં એક સપ્તાહના ઉકળાટ બાદ વરસાદી ઝાપટાથી આંશિક રાહત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં પણ છેલ્લા એક સપ્તાહથી ભારે ઉકળાટ બાદ આજે વરસાદી ઝાપટું થતાં લોકોને બફારા અને ઉકળાટથી આંશિક રાહત મળી હતી. જોકે શરૂઆતના વરસાદમાં પણ ભાદરવા મહિના જેવી સ્થિતિ રહી હતી. શહેરની અંદર જ એક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટું તો બીજા વિસ્તારમાં હળવો વરસાદ થયો હતો.ચાલુ વર્ષે બિપોરજોય વાવાઝોડાને બાદ કરતા વરસાદનો સમગ્ર ગુજરાતમાં બીજો રાઉન્ડ ધમાકેદાર ચાલી રહ્યો છે. જોકે ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ગરમી અને વાદળછાયા વાતાવરણના કારણે ખૂબ જ બફારો રહેતા વરસાદ પડશે તેવી લોકો આશા સેવી રહ્યા હતા, પરંતુ વરસાદના આવતા લોકો અસહ્ય ઉકળાટ અનુભવી રહ્યા હતા. ત્યારે આજે બપોરે ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીથી થોડીક રાહત થવા પામી હતી. અનેક લોકોએ બાળકોએ વરસાદમાં ભીંજાવાની મજા લીધી હતી. જોકે આ વરસાદ શહેરમા કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટા સ્વરૂપોમાં તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય જેવો રહ્યો હતો. આમ પ્રથમ વરસાદની શરૂઆતમાં જ ભાદરવા જેવી સ્થિતિ થઈ હતી. જોકે જે પ્રમાણે ગરમી હતી તે મુજબ વરસાદ ન થતાં હજુ પણ ઉકળાટ વધશે તેઓ ભય સતાવી રહ્યો છે. આજના વરસાદી ઝાપટાથી વાવણી કરેલા ખેતરોને આંશિક પિયત મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.