IND vs WI: 500મી ઇન્ટરનેશનલ મેચમાં વિરાટ કોહલી રન બનાવ્યા વગર જ બનાવશે વર્લ્ડ રેકોર્ડ

Sports
Sports

કહેવાય છે કે જે કંઈ પણ કરો એવાં અંદાજમાં કરો કે લોકો યાદ કરે. વિરાટ કોહલીની સાથે કંઇક એવું જ થયું છે. પોર્ટ ઓફ સ્પેનમાં યોજાનારી ભારત-વેસ્ટ ઈન્ડિઝની મેચ, જે મેચને દુનિયા આ બંને ટીમો વચ્ચે રમાનારી 100મી ટેસ્ટ તરીકે જોઈ રહી છે, તે વિરાટ કોહલીની ક્રિકેટ કારકિર્દીમાં એક માઈલસ્ટોન મેચ બની રહી છે. માઈલસ્ટોન કારણ કે 500 ઈન્ટરનેશનલ મેચ કોઈપણ ખેલાડી માટે ઓછી નથી. બહુ ઓછા ક્રિકેટરો આ સ્થાને પહોંચે છે અને ભારતનો વિરાટ તેમાંથી એક છે.

500મી ઇન્ટરનેશનલ મેચમાં વિરાટ જ્યારે બેટ પકડીને મેદાનમાં ઉતરશે, ત્યારે આખી દુનિયાની નજર એ વિચાર સાથે વિરાટ પર હશે કે તે કેવી રીતે આ ક્ષણને યાદગાર બનાવે છે. પરંતું, આ મેચમાં વિરાટ કોહલી વધારે કંઈ કરી શક્યો નથી, છતાં પણ તે વર્લ્ડ રેકોર્ડ બનાવશે. મતલબ કે, 500મી મેચમાં પાસ થાય કે પછી ફેલ, ક્રિકેટ ઇતિહાસના પાને વિરાટ હંમેશા સુપરહિટ રહેશે.

હવે તમે વિચારી રહ્યા હશો કે આ કંઈ રીતે શક્ય છે? આખરે કેવી રીતે કોઈ ખેલાડી કંઈક કર્યા વગર પોતાની માઈલસ્ટોન મેચને હંમેશા યાદગાર બનાવી શકે છે. તેમાં વર્લ્ડ રેકોર્ડ બની શકે છે. તો આ વિરાટ કોહલીની 499મી ઇન્ટરનેશનલ મેચમાં કરેલાં કમાલના લીઘે શંભવ થશે.

વિરાટ કોહલી 500મી ઇન્ટરનેશનલ મેચ રમનારો ભારતનો ચોથો અને દુનિયાનો દશમો ક્રિકેટર બનવા જઈ રહ્યો છે. વિરાટ પહેલાં જે 9 ક્રિકેટરોએ આ માઈલસ્ટોન મેચ હાંસિલ કરી છે, તેમાં 6 બેટ્સમેન અને 3 ઓલરાઉન્ડર સામેલ છે. હવે પ્રશ્ન થાય છે કે ક્રિકેટમાં 500 ઇન્ટરનેશનલ મેચ રમ્યા પછી સૌથી વધુ રન કોનાં છે તો વિરાટ કોહલી ફેલ થઈને પણ પહેલાં સ્થાને હશે. મતલબ કે વિરાટે 499 ઇન્ટરનેશનલ મેચમાં જે રન બનાવ્યાં છે, તે 9 ક્રિકેટરો દ્વાર બનાવેલ રન કરતાં વધારે છે, જેણે 500 મેચ વિરાટથી પહેલાં રમી છે.

વિરાટ કોહલીએ 499 ઇન્ટરનેશનલ મેચોમાં 53.48 નાં સરેરાશ, 75 સદી અને 131 અડધી સદીની સાથે 25461 રન બનાવ્યાં છે. હવે જો વિરાટ પોતાની 500 મી ઈન્ટરનેશનલ મેચમાં એક પણ રન બનાવતો નથી તો પણ તેનાં બનાવેલા રનની સંખ્યા વઘુ હશે. એવું એટલા માટે કેમ કે 500મી ઈન્ટરનેશનલ મેચ પછી સૌથી વધુ 25035 રન ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનાં છે અને અત્યાર વિરાટના રન એમનાં કરતાં વધારે છે.

પોન્ટિંગે 68 સદી અને 47.95નાં સરેરાશ સાથે 500 ઈન્ટરનેશનલ મેચ પછી 25000 પ્લસ રન બનાવનારો પહેલો ક્રિકેટર હતો. સચિન તેંડુલકરે 500 ઈન્ટરનેશનલ મેચમાં 48.48ના સરેરાશથી 75 સદીની સાથે 24,875 રન બનાવ્યાં હતાં. સાઉથ આફ્રિકાનો જેક કેલિસે 50.28નાં સરેરાશથી 60 સદીની સાથે 24799 રન બનાવ્યાં હતાં. 500 ઈન્ટરનેશનલ મેચ પછી સૌથી વધારે 72 વખત અણનમ રહેવાનો રેકૉર્ડ રાહુલ દ્રવિડનાં નામે હતો. પરંતું, વિરાટ કોહલીએ 500મી ઈન્ટરનેશનલ મેચ પહેલાં જ આ રેકૉર્ડ તોડી નાખ્યો છે.
દ્રવિડે 500મી મેચ પછી 23607 રન બનાવ્યાં હતાં.

.પોન્ટિંગનાં 25000 પ્લસ રનથી લઈને સચિનની 75 સદી સુધી, જેક કેલિસનાં 50પ્લસ સરેરાશથી લઈને દ્રવિડની 72 અણનમ ઇનિંગ સુધી, વિરાટ કોહલી આ રેકૉર્ડને પોતાની 499મી ઈન્ટરનેશનલ મેચ સુધીના સફરમાં જ પાર કરી ચૂક્યો છે. એવામાં તે પોતાની 500મી ઈન્ટરનેશનલ મેચમાં કંઈ પણ કરતો નથી તો પણ તે વર્લ્ડ રેકોર્ડધારી બની જશે.

જો કે, પોર્ટ ઓફ સ્પેનમાં મેચ હોય અને વિરાટ કોહલી કઈ ના કરે એવું અસંભવ છે. વિરાટ કોહલી પોતાની 500મી ઈન્ટરનેશનલ મેચમાં ચૂપ બેસશે નહી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.