ડીસાની જૂની ભીલડી ગામે અડાણાપેટે રાખેલી જમીન બારોબાર વેચી દેતા ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાની જૂની ભીલડી ગામે પૈસા લઈ અડાણાપેટે આપેલી જમીન મૂળ માલિકે પૈસા પરત આપ્યા વગર બારોબાર વેંચી છેતરપિંડી આચારી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે જમીન અડાણાપેટે રાખી પૈસા આપનારના પુત્રએ જમીન માલિક સામે ફરિયાદ નોંધાવતા ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસાને જુનની ભીલડી ગામે રહેતા દીપક કરસનભાઈ પરમાર મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પિતા કરસનભાઈ પરમારે છ વર્ષ અગાઉ સોયલા ગામના જેઠાભાઇ પટેલને સામાજિક કામ માટે પૈસાની જરૂર હતી. તેમની જમીન અડાણાપેટે રાખી 13 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ તેમને વધુ પૈસાની જરૂર હોવાથી બાદમાં વધુ એક લાખ આપી કુલ 14 લાખ રૂપિયા આપ્યા હતા. પૈસા આપ્યા બાદ તેઓ જમીન મૂળ માલિકને ભાગમાં ખેતી કરવા માટે આપી હતી.

બાદમાં ત્રણ વર્ષ અગાઉ કરસનભાઈ પરમારનું મૃત્યુ થયું હતું. જેથી તેમના પુત્રએ હવે તેમના પૈસા પરત આપી જમીન છોડાવવા માટે જેઠાભાઈ પરમારને વાત કરી હતી, પરંતુ જેઠાભાઇએ તેમને પૈસાની જરૂર હોઇ ત્રણ વર્ષ અગાઉ અડાણાપેટે રાખેલી જમીન વેચી દીધી હોવાનું જણાવ્યું હતું. તેમજ દીપકભાઈ પરમારે તપાસ કરાવતા જેઠાભાઇએ તેમના પૈસા પરત આપ્યા વગર જમીન બારોબાર વેચી તેમની સાથે છેતરપિંડી આચરી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે ભીલડી પોલીસ મથકે જમીનના પૈસા આપ્યા વગર બારોબાર જમીન વેચી છેતરપિંડી આચારનાર મૂળ માલિક જેઠાભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.