પાટણમાં પવિત્ર મોહર્રમ માસનો પ્રારંભ

પાટણ
પાટણ

મુસ્લિમ બિરાદરોના પવિત્ર માહે મોહર્રમ માસનો આજથી પ્રારંભ થયો છે. મોહર્રમ માસનો પ્રારંભ થતાં જ માનવતાના મૂલ્યો અને સત્યની રક્ષા કાજે દુરાચારી અને વ્યભિચારી યઝીદના હાથે પોતાના કુટુંબ કબિલા અને જાનીસાર સાથીઓ સાથે શહીદી વ્હોરી લેનાર મહાન પયગમ્બર હજરત મુહમ્મદ સાહેબ ના નવાસા અને હજરત સૈયદ મૌલા અલીના પુત્ર શહીદે આઝમ હજરત ઇમામ હુશ્નની યાદ તાજી થાય છે. અને ગમે હુસૈન સાથે તેઓને અંકિદત પેશ કરવા ઠેર-ઠેર તકરીરો, નાત, મનકબત, ન્યાઝના જથ્થાઓ યોજવામાંઆવે છે. તો પાણીની પરબો અને દરરોજ સરબત, દુધ કોલ્ડ્રીંગના સ્ટોલો પણ લગાવવામાં આવે છે. અને ગમે હુશૈનમાં આશિકોની આંખો અશ્રુભિની બની જાય છે.

પાટણમાં મોર્હરમના પહેલા દિવસે ઇમામ બારગાહોમાં અલમ મુબારકના નિશાન ઝંડા લગાવી 10 દિવસ સુધી દરરોજ રાત્રે નોબતનો ગુંજરાવ કરવામાં આવે છે. આ વખતે યષ્મે આસુરા મનાવાશે. તલની રાત મનાવાશે. તાજીયા શરીફના ભવ્ય જુલુસો નીકળશે જયારે ઇમામ બારગાહોમાં તાજીયા શરીફ મુકવામાં આવશે. મુસ્લિમ બિરાદરો દ્વારા આ બંને દિવસો દરમ્યાન રોઝા રાખવામાં આવે છે.જયારે યજ્ઞે આશુરાના દિવસે આશુરાની વિશેષ નમાઝ પોતાના ઘરોમાં અને મસ્જિદોમાં અદા કરી હજરત ઇમામ હુશેનને અકીદત પેશ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પવિત્ર મોહર્રમ માસ એ મુસ્લિમ પંચાગ પ્રમાણે ઇસ્લામ ધર્મનો પ્રથમ મહિનો છે, જેને લઇ આજથી મુસ્લિમ નવા વર્ષની શરુઆત પણ થાય છે. જે હિ.સ.1445 તરીકે ઓળખાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.