બનાસકાંઠામાં વરસાદ ખેડૂતોને ઘાસચારાનું વાવેતર ઘટ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆતના દોઢ માસમાં જ 56.80 ટકા વાવણી લાયક વરસાદ થઇ ચુક્યો છે. જેના પગલે ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં 84.24 ટકા વધુ વાવેતર થયું છે. એમાં સૌથી વધુ ઘાસચારો 134403 હેક્ટર અને સૌથી ઓછું સોયાબીન 18 હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે.

જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ સિઝનનો કુલ 56.80% વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકની વાવણી શરૂ કરી છે. જેમાં ગત વર્ષની સરખામણીમાં તારીખ 13 જુલાઈ 2023 સુધી 84.24 ટકા વધુ વાવેતર થયું છે. ખેતીવાડી મહેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગતવર્ષે 360953 હેકટરમાં વાવેતર થયું હતું જેની સામે આ વર્ષે 428479 ટ્રેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે. એમાં સૌથી વધુ ઘાસચારો 134403 હેક્ટર અને સૌથી ઓછું સોયાબીન 18 હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.