બનાસકાંઠા જિલ્લાના 6 દિવ્યાંગોએ ગોલ્ડ,બ્રોન્ઝ, સિલ્વર 8 મેડલ મેળવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાંથી 2જી નેશનલ સીપી એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2023, નવી દિલ્હી ખાતે 25 થી 28 એપ્રિલ દરમિયાન ચૌધરી ગોવિંદ ભુરાભાઈ ગામ બુરાલે ગોળા ફેંકમાં ગોલ્ડ મેડલ, વડગામ તાલુકાના કોદરામ ગામના ચૌધરી દિક્ષિત મુકેશભાઈ અને ઠાકોર સિધ્ધરાજ પ્રવિણજીએ ગોળા ફેંકમાં સિલ્વર મેડલ મેળવ્યા છે.

જ્યારે ચક્ર ફેંક રમતમાં ચૌધરી વર્ષાબેન શામળજીએ સિલ્વર મેડલ મેળવીને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.કોદરામના ઠાકોર સિધ્ધરાજ પ્રવિણજીએ 12મી નેશનલ જુનિયર અને સબ જુનિયર પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં 100 મીટર દોડમા ગોલ્ડ મેડલ અને F37 લાંબી કૂદમા ગોલ્ડ મેડલ, જેતડા ગામના પરમાર ગગદાસ થાનાભાઈએ ભાલા ફેંકમા બ્રોન્ઝ મેડલ જ્યારે F37 100 મીટર દોડમા બ્રોન્ઝ મેડલ, ઠાકોર નિશાબેન શ્રવણજીએ 21મી નેશનલ પેરા-એથલેટિક ચેમ્પિયનશિપ પુણે 2022-23માં ચક્ર ફેંકમા બ્રોન્ઝ મેડલ, ચૌધરી ગોવિંદ ભુરાભાઈએ જુનિયર અને સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ-2022-23 માં ગોલ્ડ મેડલ, 100 મીટર દોડમા ગોલ્ડ મેડલ, લાંબી કૂદમા બ્રોન્ઝ મેડલ, રબારી રાવતાભાઈ અજાભાઈએ બ્રોન્ઝ મેડલ મેળવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.