પાટણની રામકૃપા સોસાયટીમાં પડોશીઓ વચ્ચે મારામારી

પાટણ
પાટણ

પાટણ શહેરની રામકૃપા સોસાયટીમાં રહેતા બે પક્ષો અને પડોશીઓ વચ્ચે બોલાચાલી અને મારામારી થવા પામી હતી. રામકૃપા સોસાયટીમાં રહેતા ધવલભાઈનાં ઘરે તેમનાં પડોશી ડાહ્યાભાઇ અને અન્યોએ આવીને કહેલ કે, તારા કાકાનો દિકરો અમારી કુટુંબની દિકરીને લઇને ભાગી ગયો છે. તેને શોધીને અમને પરત આપી દો. તેમ કહેતાં ધવલભાઇએ કહેલ કે અમે આ બાબતે કાંઇ જાણતા નથી. અમે પણ તેની શોધખોળ કરીએ છીએ. તેમ કહેતાં ચારેય જણાએ ઉશ્કેરાઇને ગાળો બોલીને લાકડી,પ્લાસ્ટિકની પાઇપ, તલવાર, ધારીયું વિગેરેથી મારી મારી રોડા છૂટ્ટા માર્યા હતા. આ બનાવ અંગે ધવલભાઇએ ચાર જણા સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ બનાવ અંગે સામા પક્ષે મીનાબેને પણ ભરતભાઇ અને જગદીશભાઇ સામે એવો આક્ષેપ કરતી ફરીયાદ નોંધાવી હતી કે, મીનાબેન ઘરની બહાર ખાટલામાં બેઠા હતા ત્યારે આ લોકો મારવા ધસી આવીને ગડદાપાટુનો માર મારી ઝપાઝપી કરી હાથે નખ માર્યા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.