દાંતા તાલુકાના ટુંડીયા ગામે મહિલાને દુખાવો ઉપડતા રિક્ષામાં સફળ પ્રસૂતિ કરાવી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા ટુંડીયા ગામેથી સામે આવ્યો છે.બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર ગામે રાત્રે ડિલિવરીનો કેસ ટુંડીયા 108ને મળતા તાત્કાલિક 108 ટીમના પાઇલોટ નાગેન્દ્રસિંહ અને EMT યોગિતાબેન તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા હતા. દર્દીના સગા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, દર્દીને પ્રસૂતિની પીડાનો અસહ્ય દુખાવો હોવાથી દર્દીને સામે રિક્ષામાં લઈને આવીએ છીએ અને ત્યાર બાદ દર્દી સુધી પહોંચતા દર્દી ઓટો રિક્ષામાં હતું અને ચાલી શકે તેવી પરસ્થિતિ ન હતી. 108ના તાલીમબધ્ધ EMT યોગિતા બેને દર્દીને તપાસતા માલૂમ પડ્યું. કે, દર્દીને દુખાવો વધારે હોવાથી ડિલિવરી રિક્ષામાં જ કરાવવી પડશે. જ્યાં EMT દ્વારા એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર હેડ ઓફિસ સ્થગિત ડોક્ટરને દર્દીની માહિતી આપીને તેમના માર્ગદર્શન મુજબ સફળ પ્રસૂતિ કરાવી અને છોકરાનો જન્મ થયો હતો. ત્યાર બાદ તેમને વધુ સારવાર અર્થે દાંતાની સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.