પાટણમાં ફાયનાન્સ ટ્રેક મીટીંગનું પ્રતિનિધિ મંડળ આવતીકાલે રાણકીવાવની મુલાકાત લેશે

પાટણ
પાટણ

ગતરોજના G-૨૦ ફાયનાન્સ ટ્રેક મીટીંગનું પ્રતિનિધિ મંડળ પાટણની મુલાકાતે છે. જિલ્લાની મુલાકાતે જ્યારે મહેમાનો આવી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. પ્રતિનિધિ મંડળ મુખ્યત્વે પાટણની રાણકી વાવની મુલાકાતે આવનાર છે. જેને ધ્યાનમાં રાખીને રાણકી વાવ મુકામે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે G-૨૦ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે G-૨૦ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે. G-૨૦ ફાયનાન્સ ટ્રેક મીટીંગનું પ્રતિનિધિ મંડળ જ્યારે પાટણ પધારી રહ્યું છે ત્યારે પાટણની ઓળખ સમાન રાણકી વાવની મુલાકાત દરમિયાન રાણકીવાવનો ઈતિહાસ ધરાવતી ઝાંખી પણ તેઓની સમક્ષ રજૂ કરવામાં આવશે. મહાનુભાવોની સિક્યોરીટીથી માંડીને રહેવા-જમવાની વ્યવસ્થા, ચોમાસાની ઋતુ હોવાના કારણે રોડ-રસ્તાની સફાઈ, વગેરેની પુરતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા તમામ રૂટ પર જઈને ચકાસણી કરવામાં આવી હતી. જેથી મહેમાનોના સ્વાગતમાં કોઈ કચાશ ન રહી જાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.