હારિજમાં પાલિકાના કર્મીઓ પગાર વધારા બાબતે હડતાળ પર ઊતર્યા

પાટણ
પાટણ

હારિજ નગર પાલિકામાં ઘણા વર્ષોથી ફરજ બજાવતા સફાઈ કામદારો, પ્લંબરો, ડ્રાઈવરો, બોર ઓપરેટરો વગેરે કર્મીઓ દ્વારા સિનિયર કર્મચારીઓ ઘણા વર્ષોથી પગાર વધારવામાં આવ્યા નથી. આ માટે રજૂઆતો કરવા છતાં પ્રશ્ન હલ નહીં થતા ગતરોજ થી હડતાળ પર ઉતર્યા હતા અને ધારાસભ્યને રજૂઆત કરવા તેમના નિવાસ સ્થાને જતા ધારાસભ્યએ તેમની માંગ સંતોષવા હૈયાધારણ આપતા હડતાળ સમેટી હતી.

પાટણ જિલ્લાના રાધનપુર, ચાણસ્મા, પાટણ, વગેરે પાલિકાઓમાં કામ કરતાં સફાઈ કામદારો, બોર ઓપરેટરો, પ્લંમ્બરો, ડ્રાઈવરોને રોજિંદા રૂ.452 મુજબ કરવામાં આવ્યા છે. જ્યારે હારિજ પાલિકા દ્વારા સરકારના જી.આર.મુજબ પગાર વધારો નહી કરવામાં આવે તો આગામી સમયમાં કામકાજ થી અળગા રહેવાની ચીમકી આપી આવેદન પત્ર મામલતદારને આપ્યું હતું. જેની માંગણીઓ પ્રશ્નોનું કોઈજ નિરાકરણ નહી આવતા કર્મીઓ હડતાળ પર ઉતર્યા હતા અને ધારાસભ્યને રજૂઆત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.