હારીજના અડીયાગામની સીમમાં ખેતરમાં સર્વે મામલે બે પક્ષ વચ્ચે મારામાર:5 સામે ફરિયાદ નોંધાઈ

પાટણ
પાટણ

હારીજ તાલુકાના અડીયા ગામની સીમમાં ખેતરમાં સર્વે મામલે બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. આ અંગેની વિગત એવી છે કે, ભરતભાઇ વેણીદાસ વિરચંદદાસ પટેલ, રહે. હાલ રહે. ગાંધીનગર, મુળ રહે. અડિયા તા. હારીજવાળા તેમના અડીયા ગામના ખેતરમાં સર્વે નંબર 14માં સરકારી કર્મચારીઓ સાથે પંચનામું કરતા હતા તે વખતે કેટલાક લોકો ખેતરમાં ગે.કા.પ્રવેશ કરી જેમ ફાવે તેમ ગાળો બોલતા ભરતભાઈએ ગાળો બોલવાની ના પાડતા ગે.કા.મંડળી રચી એક સંપ થઈ એક વ્યક્તિએ ભરતને બરડામાં ધોકો મારતા નીચે પડી જતા એક વ્યક્તિએ તેમનું ગળુ દબાવેલ તેમજ બાકીના લોકોએ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે ભરત ભાઈ એ ફરિયાદ નોંધાવતા પોલીસે (1) પટેલ જયંતિભાઇ કાનજીભાઇ (2) પટેલ પ્રવિણભાઇ મોહનભાઇ (3) પટેલ ગંગારામભાઇ મોહનભાઇ (4) પટેલ રામજીભાઇ ઇશ્વરભાઇ (5) પટેલ હિરાભાઇ ખોડીદાસ તમામ રહે. અડિયા તા. હારીજવાળા સામે ગુનો નોંધ્યો હતો.

પાટણમાં પણ નજીવી બાબતે મારામારીની ઘટના સામે આવી છે. આ અંગેની વિગત એવી છે કે, ઝાકીરભાઈ સોરાબભાઈસિંધી, રહે, મોતીસા દરવાજા બહાર બાળાપીર, પાટણવાળાએ તેમની દીકરી અને જમાઇ વચ્ચે ઝઘડો થતા જમાઇને ફોન પર ઠપકો આપવા જતા જમાઈનો ફોન બંધ આવતા પડોશીનો દીકરો આ જમાઇ સાથે રહેતો હોઇ જેથી તેના ફોન નંબરથી જમાઇને ઠપકો આપવા માગતા સામેવાળાએ ફોન નંબર આપવાની ના પાડી એકદમ ઉશ્કેરાઈ જઈ ભુંડીગાળો બોલી ઝાકિરભાઈને લાકડીથી ડાબા પગમાં સાથળના ભાગે મારેલ અને નીચે પાડી દઇ કપાળના તથા માથાના ભાગે મારી “ હતી અને જાન થી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જે અંગે તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે (1) સિંધી બિસ્મિલ્લાખાન કેસરખાન (2) સિંધી જાવેદખાન કેસરખાન બંને રહે. પાટણ, મોતીસા દરવાજા બહાર બાળાપીર પાટણવાળા સામે ગુનો નોંધ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.