છાપી હાઇવે પર આઇસરમાં કોલસાની આડમાં લઈ જવાતો દારૂ બનાસકાંઠા એલસીબીએ ઝડપી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા એલસીબી પોલીસે છાપી વિસ્તારમાંથી એક દારૂ ભરીને અમદાવાદ તરફ જઈ રહેલું ટ્રક ઝડપી પાડ્યું છે જેમાં એલસીબી પોલીસને મળેલી બાતમી આધારે છાપી નજીક પેટ્રોલિયમ દરમિયાન શંકાસ્પદ ટ્રકને રોકાવી તપાસ કરતા કોલસાની આડમાં દારૂ ભરીને જતા ચાલકની પોલીસે ઝડપી પાડ્યો છે જેમાં કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળ ની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક, બનાસકાંઠાનાઓએ જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા બનાસકાંઠા એલ.સી.બી., ટીમના છાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ટીમને મળેલ બાતમી હકીકત આધારે એક આઇસર ટ્રક દારૂ ભરીને છાપી અમદાવાદ તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે છાપી નજીક પોલીસ પેટ્રોલિંગ દરમિન શંકાસ્પદ ટ્રક આવતા તેને રોકાવી ચેક કરતા મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો.

જેથી ટ્રક માં ભારતીય બનાવટના વિદેશી દારુ બીયર ભરી લઇ આવતા ગાડીના ચાલક બાબુલાલ રૂગારામ ભાટ રહે. ભાટવાડા જેતપુર રોહત પાલી રાજસ્થાન વાળાએ આઇસર ટ્રક ગાડીમાં કોલસાની બોરીઓની આડીમાં વિદેશી દારુ બિયર કુલ બોટલ નંગ- 4932 બોટલો જેની કિંમત 10 લાખ 69 હજાર 740 રૂપિયા નો રાખી હેરાફેરીમાં કરતો હોઇ જેમાં વાપરેલ આઇસર ગાડી સહીત મુદ્દામાલ કબ્જે કરી ચાલકને ઝડપી પાડી દારુ આપનાર જોગુરામ રબારી રહે-મંડાવાસ રોહત પાલી (રાજસ્થાન) વાળાઓ વિરૂધ્ધમાં છાપી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.