કડીના નંદાસણ અને લક્ષ્મીપુરા ગામના ઘરના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર

મહેસાણા
મહેસાણા

કડી તાલુકામાં દિવસેને દિવસે ચોરીના બનાવવામાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. કડી તાલુકાના નંદાસણ અને લક્ષ્મીપુરા ગામે મકાનના તાળા તોડી તસ્કરો રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યાં બંને સ્થળે નંદાસણ પોલીસ આવી પહોંચી હતી અને કાર્યવાહી કરી હતી.કડી તાલુકાના નંદાસણ ગુલશન પાર્ક સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા અને પોતે ધંધા ઉપરથી આવીને જમીન પર મારીને ઘરની અંદર જ પરિવાર સાથે સૂઈ રહ્યા હતા. તેમની પત્ની મોડી રાત્રે જાગતા ઘરનો દરવાજો ખુલ્લો હોય તેવું જોવા મળ્યું હતું. તુરંત જ તેઓએ તેમના પતિને જાણ કરી હતી.

ઈમરાને જાગીને જોઈ તો ત્યાંનો ઘરનો દરવાજો તૂટેલી હાલતમાં હતો. તેઓએ આજુબાજુ તપાસ કરતાં ઘરની અંદર તપાસ કરતાં માલુમ થયું હતું. કે, તેમના ઘરમાં ચોરી થઈ ગઈ છે. જે બાદ તેઓએ તેમની સામેની બાજુ રહેતાં તેમના માતા-પિતા અને ભાઈને જાણ કરી હતી. તેઓ પણ આવી પહોંચ્યા હતા. ઘરની અંદર તલાશી કરતા 41,700ના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થઈ હોવાનું માલુમ થયું હતું. તુરંત નંદાસણ પોલીસને જાણ કરી હતી. તેમજ તેમના ઘરમાં રહેલા સુટકેસ બાજુના ખેતરમાંથી તપાસ કરતાં મળી આવી હતી.

કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામે રહેતા દશરથભાઈ પટેલ પોતે પોતાના ગામની અંદર જ રહે છે. જ્યાં તેમની ગામના સીમની અંદર ખેતરમાં બોર આવેલો છે. ત્યાં ખેતરમાં કામ કરતા ચમનજી ઠાકોર પરિવાર સાથે રહે છે. જે દરમિયાન તેમનો પરિવાર ઘરની અંદર જ સુઈ રહ્યો હતો. ત્યારે તેમની દીકરી સોનલ ગઈકાલે સાંજના સમયે પોતાના પિતાના ઘરે રહેવા માટે આવી હતી.

કડીના લક્ષ્મીપુરા ગામે ચમનજી ઠાકોર સહિતના લોકો ખેતર ઉપર આવેલા બોરની અંદર બાર સૂઈ રહ્યા હતા. જ્યારે તસ્કરો તેમના મકાનને નિશાન બનાવી ત્રાટક્યા હતા. મોડી રાત્રે ભેંસો દોહવાની હોવાથી તેઓ જાગતા તેઓને માલુમ થયું કે ઘરનો દરવાજો તૂટેલી હાલતમાં છે. તેઓએ તપાસ કરતાં માલુમ થયું હતું કે, તેમના ઘરમાં ચોરી થઈ છે અને તેમની દીકરી સોનલનો કપડાં ભરેલો અને દાગીના ભરેલો ટંક તસ્કરો ઉઠાવી ગયા છે. જેના અંદર 69,500ના દાગીના અને રોકડ રકમ મુકેલી હતી. તે પણ તસ્કરો ઉઠાવી ગયા હતા. તેઓએ પણ નંદાસણ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ આદરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.