ડીસામાં સોનેશ્વર મહાદેવના મંદિરે ભાજપની ટિફિન બેઠક યોજાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા વિધાનસભામાં સમાવિષ્ટ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારોની ટિફિન બેઠક મહાદેવીયા ખાતે સોનેશ્વર મહાદેવના મંદિરે ખાતે ધારાસભ્ય પ્રવિણ માળીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં શહેર અને તાલુકાના વિકાસ માટે મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસકાંઠા લોકસભા બેઠક પાંચ લાખ મતની સરસાઈથી વિજેતા બને તે માટે અત્યારથી જ કાર્યકરો કામે લાગે તે માટે ડીસાના મહાદેવીયા ગામે નદીકિનારે આવેલ સોનેશ્વર મહાદેવના મંદિરે બેઠક યોજાઇ હતી. ભારતીય જનતા પાર્ટીની ટીફીન બેઠક ધારાસભ્ય પ્રવિણ માળી, જિલ્લા મહામંત્રી સંજય બ્રહ્મભટ્ટ, માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઇ રબારી, નગરપાલિકા પ્રમુખ સહિત ડીસા શહેર અને ડીસા તાલુકાના મુખ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આગેવાનો અને કાર્યકરોએ બુથને મજબૂત કરવા અને સરકારના વિકાસના કામોને પ્રજા સુધી લઈ જવા પર ભાર મુક્યો હતો. શહેર અને તાલુકાના વિકાસના કામો કઈ રીતે વધુ કરી શકાય તે માટે પણ ચર્ચા વિચારણા કરી હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં જે પણ ઉમેદવાર આવે તેને વધુમાં વધુ મતો કઈ રીતે મળે તે માટે આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને માહિતગાર કરાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.