વિજાપુરમાં ઘર ખાલી કરવા બાબતે યુવકે મહિલા પર હુમલો કર્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના વિજાપુરમાં જી.ઇ.બી પાસે આવેલા દેવીપૂજક વાસમાં રહેતો કિશન નામનો યુવક પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતો.એ દરમિયાન મહોલ્લામાં રહેતો દેવીપૂજક શંકર ભાઈ યુવકના ઘરે આવી મકાન ખાલી કરી જતા રહો.એમ કહી ગાળો બોલી કિશન પર હુમલો કરવા જતાં ધારીયું કિશનની પત્નીને વાગ્યું હતું.સમગ્ર મામલે ઇજાગ્રસ્ત મહિલાએ હુમલો કરનાર વિરુદ્ધ વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વિજાપુરમાં જી.ઇ.બી વિસ્તારમાં આવેલા દેવીપૂજક વાસમાં રહેતા કિશનભાઈ હેમુ ભાઈ દેવીપૂજક પોતાની પત્ની સાથે ઘરે હાજર હતા.એ દરમિયાન માહોલ્લામાં રહેતા દેવીપૂજક શંકરભાઈ ટીકુ ભાઈ પોતાના હાથમાં ધારીયું લઇ આવીને ફરિયાદીના ઘરે આવી ગાળો બોલવા લાગ્યો હતો.”તમે અહીંથી ઘર ખાલી કરી જતા રહો” એમ કહી બોલાચાલી કરી રહ્યો હતો.બાદમાં તેણે કિશન ભાઈ ને ધારીયું મારવા જતા તેની પત્ની વચ્ચે પડતા ધારીયું જીગુબેનને વાગતા તેઓ લોહીલુહાણ બન્યા હતા.

હુમલાખોર શંકરે મહિલા ને ધારીયું માર્યા બાદ મહિલાના ઘર બહાર પડેલ છોટા હાથી પર ધારીયું મારીને તેના કાચ ફોડી નાખ્યા હતા.બાદમાં હોબાળો થતા.આસપાસના લોકો આવી જતા હુમલાખોરો ત્યાંથી ભાગી ગયો હતો.તેમજ ઇજા પામેલ મહિલાને વિજાપુર સારવાર માટે લઇ ગયા હતા તેમજ વધુ સારવાર માટે હિંમતનગર રીફર કરાયા હતા.સમગ્ર મામલે હુમલો કરનાર દેવીપૂજક શંકર ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.