પાટણના બાલીસણા ગામમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મામલે બે જૂથો વચ્ચે ધીંગાણું

પાટણ
પાટણ

પાટણના બાલીસણા ગામમાં ગતરાત્રે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મામલે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. લોખંડની પાઈપ, ધારીયા સહિતના હથિયારો તેમજ પથ્થરો વડે સામસામે મારામારી થતા તંગ દિલી ભર્યો માહોલ ઉભો થયો હતો. એકબીજા ઉપર ધોકા, લાકડી વડે હુમલો કરતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે બંને જૂથો દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કુલ 12 લોકો સામે ગુનો નોંધાયો છે. તેમજ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પાટણના બાલીસણા ગામે રાત્રિ દરમિયાન સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મામલે થયેલા વિવાદને લઈ સ્થિતિ વણસી હતી. જેમાં અલગ-અલગ સમાજના બે જૂથો વચ્ચે રાત્રે વિવાદ વક્રતા મારા મારી થઈ હતી. બંને જૂથના લોકો દ્વારા એકબીજા ઉપર હુમલો કરતા મારામારીના દૃશ્યો સર્જાયા હતા.બે જૂથો વચ્ચે થયેલા અથડામણને લઈ ગામમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. અનિચ્છનીય બનાવ ન બને એ માટે જિલ્લા પોલીસનો કાફલો ગામમાં ખડકાઈ ગયો હતો. ઘટના મામલે પોલીસે બંને જૂથોની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સામ-સામી ફરિયાદ નોંધાઈ છે. એક સમાજ દ્વારા બે યુવકો સામે નામ જોગ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે 10 લોકો સહીત ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.