બનાસકાંઠાLCBપોલીસે લાખોનો દારૂ ગુજરાતમાં ઘૂસે તે પહેલા જ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા LCB પોલીસે બાતમીના આધારે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ ભરીને આવતા કન્ટેનરમાંથી 48 લાખથી વધુની કિંમતની વિદેશી દારૂની 12,600 બોટલો પોલીસે જપ્ત કરી છે. પાલનપુર તાલુકા પોલીસે રાજસ્થાનના બાડમેરના ટ્રેલર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એલ.સી.બી પોલીસ સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી હકીકત મળેલ કે, એક ટ્રેલર અમીરગઢ ચેક પોસ્ટ તરફથી પાલનપુર તરફ જઇ રહેલ છે અને આ ટ્રેલરના કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે, જે હકિકત આધારે અમીરગઢથી પાલનપુર તરફ આવતાં હાઈવે રોડ ઉપર પાલનપુર નજીક નવીન બ્રીજની પાસે હેવન ગ્રેનાઈટ ઈન્ડસ્ટ્રીજની સામે જાહેર રોડ ઉપર નાકાબંધી કરી શંકાસ્પદ ટ્રેલર આવતા તેને રોકાવી તપાસ કરી હતી.

આ તપાસ દરમિયાન ટ્રેલરમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. જે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે ટ્રેલરમાંથી 48 લાખ 09 હજાર 256નો દારૂ ઝડપી પાડ્યો હતો. સાથે ટ્રક ચાલક દેવીલાલ મુકનારામ રાજસ્થાનવાળાને ઝડપી પાડી તેના વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસે સ્ટેશન ખાતે ધી પ્રોહી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.