પાટણમાં એક સંકલ્પ પર્યાવરણ પ્રકલ્પ’ કાર્યક્રમ યોજાયો

પાટણ
પાટણ

પાટણ અને નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પાટણ ની પી.પી.જી.એકસપેરિમેન્ટલ હાઈસ્કુલના ઈન્ટરેક્ટ કલબ તથા એન.એસ.એસ.યુનિટ દ્વારા પર્યાવરણનાં જતન અને સંવર્ધન માટે દરેક બાળક એક છોડ સંભાળ એક સંકલ્પ પર્યાવરણ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં રોટરી પ્રમુખે શાળાના 1300 થી વધુ વિદ્યાર્થિઓ તથા સમગ્ર શાળા પરિવારના સભ્યોને એક સંકલ્પ પર્યાવરણ પ્રકલ્પના શપથ લેવડાવ્યા હતા. પર્યાવરણના જતન અને સંવર્ધન માટે આહ્વાન કર્યું હતું. પર્યાવરણ અને સ્વચ્છતાના પ્રકલ્પ સાથે શાળાનાં બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા તથા દરેક બાળ લેશે છોડ સંભાળ સાચા અર્થમાં સાર્થક કરવા સૌને અનુરોધ કર્યો હતો.

આવનારી પેઢીને સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણની ભેટ આપવા તથા પૃથ્વીને બચાવવાનો એક જ ઉપાય છે વૃક્ષ વાવો, હરિયાળી લાવો તથા આવનારી પેઢીને ગ્રીન કમાન્ડો આપવાની જવાબદારી આપણી સૌની છે. તમામ વિદ્યાર્થિઓને અલગ અલગ પ્રકારના જાંબુ, જામફળ,આસોપાલવ, ગુલાબ , સીતાફળ, સેવન, મીઠોલીમડો, લીંબુ, ટિકોમા, બોરસલી , તુલસી , અરડૂસી, સરગવો સહિત 1300 જેટલાં છોડ ,રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું..જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી ગ્લોબલ વોર્મિંગ ની અસર ઓછી કરવા અને ઋતુઓ ની અનિયમિતતા દૂર કરવા પર્યાવરણ નું જતન અને જાગૃતિ એજ સાચો ઉપાય છે તેમ જણાવ્યું હતું.

આ સુંદર પ્રોજેક્ટની સરાહના કરતાં પર્યાવરણની સાચી ચિંતાજ આ પ્રકારેજ થઈ શકે તેમ કહી કાર્યક્રમ કરવા બદલ શાળા તથા રોટરી કલબ પાટણને અભિનંદન આપ્યા હતા. સમગ્ર પ્રોજેકટ ને સફળ બનાવવના બંને પ્રો.ચે.રો.ધનરાજભાઈ તથા રો.હિતેશભાઈ રાવલ,NSS ના તમામ કેડેટ્સ , શાળાનાં સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઊઠાવી હતી. સમાજમાં પર્યાવરણનો સુંદર મેસેજ આપી રોટરી એ પોતાના પર્યાવરણ પ્રકલ્પ ને સાકાર કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.