પાલનપુરની સેન્ટ પોલ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં માર્ગ સલામતી તાલીમ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

શાળાના બાળકોને પાયાના સ્તરેથી જ માર્ગ સલામતી વિશે જાણકારી મળે, ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં થાય , તેમજ માર્ગ ઉપર પહોંચ્યા પહેલા કેવી રીતે અકસ્માત અટકાવી શકાય તેવા ઉમદા હેતુથી નૈસર્ગિક ટ્રસ્ટ ના ઉપક્રમે પાલનપુર શહેરની સેન્ટપોલ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે શાળાના બાળકો માટે માર્ગ સલામતી તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં શાળાના બાળકોને રોડ સાઇન, હેલ્મેટ – સીટબેલ્ટનું મહત્વ, રોંગ સાઈડ ડ્રાઇવિંગ, ઓવર સ્પીડીંગ, ઓવરલોડિંગ, વાહન ચલાવતા સમયે અને રોડ ક્રોસ કરતા સમયે શું શું કાળજી રાખવી?, વાહન ચલાવતા સમયે કયા કયા ડોક્યુમેન્ટ પાસે રાખવા જરૂરી છે તે સહિતના વિષયો પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી તથા સાપસીડીની રમત દ્વારા બાળકોને તાલીમ આપવામાં આવી હતી.

તાલીમકાર તરીકે સંસ્થાના પ્રોગ્રામ તથા સેન્ટ પોલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના આચાર્ય સહિત તમામ સ્ટાફ, શાળાના બાળકો અને ઇનર વીલ ક્લબ પાલનપુરના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી બાળકોમાં ટ્રાફિક પ્રત્યે જાણકારી વધે તે માટે પ્રોત્સાહન આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.