ડીસા શહેરમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે મુકેશ સોલંકીની નિમણૂક કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

કોંગ્રેસમાંથી હાલ એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પક્ષના વર્ષો જુના સંનિષ્ઠ કાર્યકર મુકેશભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવતા કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ છે. મુકેશભાઈ સોલંકીએ કોંગ્રેસને ફરીથી ધમધમતી કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા,બનાસકાંઠા જીલ્લાના પ્રભારી અને રાજ્યસભાના પુર્વ સંસદસભ્ય અલકાબેન ક્ષત્રિય અને સહ પ્રભારી મુકેશભાઇ દેસાઇ સમક્ષ ડીસા શહેર -તાલુકા કોંગ્રેસનાં સક્રીય આગેવાનો અને કાર્યકરો દ્વારા ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મુકેશભાઈ જોઈતાભાઈ સોલંકીનું એકજ નામ મુક્વામાં આવ્યું હતું.જેમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનાં હાથે તેઓને ડીસા શહેર પ્રમુખનો હોદ્દો આપ્યો છે અને તેઓ પર વિશ્વાસ મુક્યો હતો. આ અંગે મુકેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે હુ નિષ્ઠાપૂર્વક નિભાવીસ જેની હું ખાત્રી આપું છું અને પ્રદેશ કોંગ્રેસ, જીલ્લા કૉંગ્રેસ અને શહેર તાલુકાનાં આગેવાનો કાર્યકરો અને સાથી મિત્રોનો આભાર વ્યક્ત કરી તમામ કાર્યકરોના સાથ અને સહકારથી કોંગ્રેસને ફરીથી ધમધમતી કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.