પાટણના નિલમ સિનેમા થી ટીયાવાડ તરફ જવાના માર્ગ પર બંધ ડેલામાં યુવકે કરી આત્મહત્યા

પાટણ
પાટણ

પાટણના મુસ્લિમ યુવાને આજરોજ બપોરે અગમ્ય કારણોસર પોતાના જીવન થી નાસીપાસ થઈ ને શહેરના નીલમ સિનેમા વિસ્તાર માં આવેલ એક બંધ ડેલામાં પોતાની જાતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી હોવાનું જાણવા મળ્યું છે.પાટણ શહેરના નિલમ સિનેમા થી મોટી ભાટીયાવાડ તરફ જવાના માર્ગ પર આવેલ ચંદન મસાલાવાળા ના બંધ ડેલાની અંદરના ભાગે મુસ્લિમ પરિવાર ના યુવાને પોતાની જાતે જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અને આ વિસ્તારમાં રહેતા રહિશોને જાણ થતાં લોકોના ટોળે ટોળાં ધટના સ્થળે ઉમટી પડ્યા હતાં.આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશને નીચે ઉતારી તેનું પંચનામું કરી પીએમ માટે પાટણ સિવિલ હોસ્પિટલ માં ખસેડી મૃતક યુવાનનાં પરિવારજનોને જાણ કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આત્મહત્યા કરી પોતાની જીવનલીલા સંકેલી લેનાર મુસ્લિમ યુવકનું નામ હમીદ શબ્બીર ખાન પઠાણ રહે. પનાગર વાડા હોવાનું તેમજ અસ્થિર મગજ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.