મહેસાણા થી અમેરિકા જવા નીકળેલો યુવક 6 મહિનાથી ગુમ

મહેસાણા
મહેસાણા

મહેસાણા તાલુકાના હેડુઆ રાજગર ખાતે રહેતા અને બેચરાજી રોડ પર હરિહર રેસ્ટોરન્ટ ચલાવતો 29 વર્ષીય સુધીર પટેલ મહેસાણા ખાતે રહેતા દિવ્યેશ ઉર્ફ જોની મનોજ કુમાર પટેલ સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ દિવ્યેશ પટેલે સુધીર પટેલને અમેરિકાના મોટા મોટા સપના બતાવ્યા હતા અને પોતે આવુ કામ કરતો હોવાનું જણાવ્યું હતું. તેમજ અમદાવાદના શૈલેષ અને મહેન્દ્ર ઉર્ફ એમ.ડી બળદેવભાઈ પટેલ નામના એજન્ટો સાથે મળીને લોકોને અમેરિકા મોકલવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું.આમ અમેરિકાના સપના બતાવી દિવ્યેશ પટેલે સુધીર પટેલનો અમેરિકા જવાની તમામ વિગત સમજાવી હતી. જેમાં કહ્યું હતું કે, અમેરિકા જવાનો ખર્ચ 75 લાખ રુપિયા થાય છે, એમાંથી તમારે એડવાન્સમાં 20 લાખ રૂપિયા આપવાના થાય છે.પરંતુ તમે સમાજના છો એટલે 10 લાખ રોકડા એડવાન્સમાં આપજો. બાકીના અમેરિકા પહોંચ્યા બાદ જ આપજો. આમ વિશ્વાસ કેળવીને સુધીર અને તેના ભાઇ જોડેથી બે હપ્તે 10 લાખ રોકડા લીધા હતા.10 લાખ રોકડા લીધા બાદ દિવ્યેશે 15 ડિસેમ્બર 2022ના રોજ સુધીર પટેલને મહેસાણાથી વોલ્વોમાં મુંબઇ લઇ જવાયો હતો. જેની સાથે અન્ય 9 લોકો પણ હોવાનું સામે આવ્યું છે. જે તમામને દિવ્યેશ અને તેના મળતીયા બે એજન્ય અમેરિકા લઇ જવાના હતા. ત્યારબાદ 12 જાન્યુઆરી 2023ના રોજ સુધીર પટેલે પોતાના ભાઈ સુનિલ પટેલને મુંબઈથી ફોન કરી કહ્યું હતું કે, આવતી કાલે સવારે નેધરલેન્ડ જવાનું છે. ત્યારબાદ સુધીર પટેલ તેના ભાઇ સુનિલ પટેલ સાથે વોટ્સએપ કોલથી અને વીડિયો કોલથી વાતચીત કરતો હતો. ત્યારે તે નેધરલેન્ડના એમ્સ્ટર્ડમમાં હતો.

બાદમાં એજન્ટોએ સુધીરના ભાઈ સુનિલ પટેલને જાણ કરી હતી કે, વિદેશ ગયેલા લોકોને ડોમેનીકાની પોલીસે પકડ્યા છે અને અમે તેમને છોડાવવાની કાર્યવાહી કરીયે છીએ. એમ કહી એજન્ટોએ સુનિલ પટેલને અંગ્રેજી સિવાય બીજી ભાષામાં બે ત્રણ કાગળ તેમજ પાવતીઓ બતાવી હતી અને તેની ઝેરોક્ષ પણ હતી. આમ એજન્ટો ખોટી ખોટી પાવતીઓ બતાવી સુનિલ પટેલને પણ છેતરી રહ્યા હતા. જોકે, હજુ સુધી સુધીર પટેલનો ક્યાંય પત્તો ન મળતાં આખરે સુનિલ પટેલે એજન્ટ દિવ્યેશ ઉર્ફ જોની મનોજ કુમાર પટેલ, શૈલેષ પટેલ, મહેન્દ્ર ઉર્ફ એમ.ડી. બળદેવભાઈ પટેલ સામે છેતરપિંડી કરી ખોટા કાગળો ઉભા કરી વિશ્વાસ કેળવી 10 લાખ પડાવ્યાની અને પોતાના ભાઇને ગુમ કર્યાની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.