દાંતામાં સરકારી મિલકત પરનું દબાણ હટાવી STસ્ટેન્ડ કે સરકારી દવાખાનું બનાવવાની રજૂઆત

બનાસકાંઠા
બનાસકાંઠા

કોઈપણ ગામનું પ્રશ્ન હોય કે સીટીનું પ્રશ્ન હોય કે પછી સાર્વજનિક પ્રશ્ન હોય તો તેના નિકાલ માટે લોકો અલગ અલગ રીતે તેના નિરાકરણ માટે પ્રક્રિયા કરતા હોય છે. જેમાં ગ્રામજનો નેતાઓ સહિત અન્ય લોકો જોડાતા હોય છે. સાર્વજનિક પ્રશ્નના નિકાલ માટે લોકો આંદોલનનો માર્ગ પણ અપનાવતા હોય છે. તો સાથે સાથે લોકો પોતાની સમસ્યાને સરકાર સુધી પહોંચાડવા માટે આવેદનપત્ર પણ પાઠવતા હોય છે. જેથી સરકારના ધ્યાને આવી ઉચિત સમસ્યાનો નિરાકરણ થઈ શકે તેમ છે.દાંતા તાલુકા મથકમાં સારું ST સ્ટેન્ડ નથી, દાંતામાં સિવિલ ખાડામાં હોઇ ચોમાસામાં પાણી ભરાઈ જવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દાંતા ગ્રામ પંચાયત પાસે ગામતળ નથી. આવા અનેક પ્રશ્નો હોવા છતાંય આ સરકારી મહામૂલી જમીન કોઈ એક વ્યક્તિ કે જે તેને નિમ્ન કરવી એ કેટલા અંશે યોગ્ય છે. એવા અસંખ્ય પ્રશ્નો સાથે હવે આ દબાણ દૂર થાય અને તાલુકાના હજારો લાખો નાગરિકોને સુવિધા મળે એના માટે આ જમીન પર સારું ST સ્ટેન્ડ કે સરકારી આધુનિક દવાખાનું બંને એવી દાંતા ગ્રામજનોની માગ ઉઠી હતી.જેથી દાંતા ગ્રામજનોએ દાંતા મામલતદારને આવેદન આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.