થરાદ પોલીસે જેતડા તેમજ કોચલા ગામમાંથી દેશી દારૂ જપ્ત કર્યો
થરાદ પોલીસેને બાતમી આધારે થરાદ તાલુકાના જેતડા ગામ તેમજ કોચલા ગામની સીમમાં રેડ પાડી હતી અને ત્યાં પોતાના મકાનમાં પાસ પરમીટ વગર દેશી દારૂ રાખીને વેચાણ કરતા બે ઈસમો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.કોચલા સીમમાં રહેતા ઠાકોર મંછાજી નારાણાજી કે જેમના ઘેર પોલીસ જતાં તેઓ પોલીસ જોઇ ભાગી ગયા હતા. તેમના રહેણાંકમાં દેશી દારૂ ગાળવાનો વોશ કિલો 18 મળી આવ્યો હતો. જેતડા ગામની સીમમાં બાતમીને આધારે પોલીસે તપાસ કરતા ત્યાં પ્રેમસિંહ ભમરસિંહ ચૌહાણના જેતડા સીમમાં આવેલા ઘરે દેશી દારુની 18 પ્લાસ્ટિક થેલીઓ મળી આવી હતી.આ બન્ને ઈસમો પોતાના કબજાના રહેણાંકમાં વગર પરમીટે ગેરકાયદેસર રીતે દારૂ રાખીને વેચાણ કરવાનો ગુનો કરેલ હોઇ પોલીસ દ્વારા તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.