જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, મોડાસામાં  વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી
અરવલ્લી

મોટી ઇસરોલ : મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત સર પી.ટી.સાયન્સ કોલેજ તથા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૭ /૮/ ૨૦૨૦ ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન થયો. કાર્યક્રમમાં મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના મંત્રી શ્રી તથા સાયન્સ કોલેજ, મોડાસા પ્રભારીમંત્રી શ્રી સુરેન્દ્રભાઇ શાહ તથા પ્રિન્સિપાલ ડો.કે.પી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ના કો-ઓર્ડિનેટર શ્રીમતિ ચંદનબેન તથા જય ભાઈ જોડાઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર. મોદી દ્વારા કાર્યક્રમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.