અમીરગઢ બોર્ડર પરથી ૪.૯૧ લાખનું સવા ત્રણ કિલો જેટલું ચરસ ઝડપાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અમીરગઢ  : અમીરગઢ નજીકની ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર અવાર નવાર કેફી પદાર્થો અને નશીલી ચીજવસ્તુઓની હેરાફેરીમાં મોખરે રહ્યું છે. ત્યારે ગઈકાલે સાંજે બાતમીના આધારે પાલનપુર એસઓજી પોલીસ અને અમીરગઢ પોલીસે રાજસ્થાન તરફ થી આવતી સ્વીફ્ટ કાર નં. એમએચ ૦રબીપી.૬ર૯પ જે શંકાસ્પદ જણાતા કાર ને રોકવીને ચેકિંગ કરતા કારમાંથી ચરસ પકડી પાડ્યું હતું. જે અંગે પૂછતા તે જયપુરથી મુંબઈ લઈ જવતા હોવાનું જાણવા મળેલ. અમીરગઢ પોલીસે આ અંગે પિતા અને પુત્રની અટકાયત કરી ચરસને ક્યાંથી લઈને કયાં લઈ જવાતો હતો. તેની આગળ તાપસ હાથ ઘરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.